82 વર્ષે અણનમ રહીને સમાજસેવા કરતાં રમીલાબહેન ગાંધી : પહેલી ઓક્ટોબરે તેમને ગાંધીમિત્ર એવોર્ડ ApR` 4yo.
કોઈ હોટેલનો વેઈટર અંગ્રેજી વિષયનો શિક્ષક બને તો તેને શું કહેવાય ? તેને ગાંધી વિચારનો પ્રતાપ કહેવાય.
રહીમ સુમરા સિદ્ધપુરની ગુજરાત હોટલમાં વેઈટર હતા. એ પછી તેઓ રમીલાબહેન ગાંધી સ્થાપિત યોગાંજલિ આશ્રમમાં ભણ્યા. અહીં તેમણે રમીલાબહેનની છત્રછાયા, પ્રેમ, હૂંફ, માર્ગદર્શન અને આશરો મળ્યો. અને આજે તેઓ પાલનપુરની સરકારી આદર્શ નિવાસી શાળામાં અંગ્રેજી વિષયના શિક્ષક છે. તેઓ કહે છે કે જો મને આ આશરો ન મળ્યો હોત તો હું કોઈ પોલીસ દફતરે સ્લેટ સાથેની તસવીરમાં મારો પરિચય લખાયો હોત...
***
રાકેશ નાયીની આર્થિક સ્થિતિ ખૂબ નબળી હતી. ભણવાનું માંડી વાળ્યું હતું. જો કે યોગાંજલિ આશ્રમમાં એમને ભણવા માટે પ્રોત્સાહન મળ્યું, સહયોગ મળ્યો, કામ પણ મળ્યું. તેઓ અાગળ ભણ્યા અને અત્યારે અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં ઉચ્ચ પોસ્ટ પર કામ કરી રહ્યા છે.
***
લત્તાબહેનના પતિ સાથે છૂટાછેડા થયા. તેમનાં બે બાળકો પતિ પાસે હતાં. દેહવ્યાપાર કરતી એક વ્યક્તિ દ્વારા તેઓ ફસાઈ ગયાં છે તેની જાણ થતાં એક બહેન તેમને યોગાંજલિ આશ્રમમાં લઈ ગયાં. અહીં તેમને આશ્રય મળ્યો અને પછી તો પતિ સાથે સમાધાન થયું અને તેમનું જીવન ફરીથી ધબકતું થયું.
***
આ તો માત્ર કેટલાંક ઉદાહરણો છે. સિદ્ધપુરના ગણેશપુરા પાસે આવેલા યોગાંજલિ અાશ્રમ દ્વારા રમીલાબહેન ગાંધીએ અનેક લોકોના જીવનમાં આવી હરિયાળી આણી છે.
કોણ છે આ રમીલાબહેન ગાંધી ?
રમીલાબહેનનો જન્મ 14મી નવેમ્બર, 1935ના રોજ પાટણના વૈભવી પરિવારમાં થયો હતો. તેમણે બી.એ.સુધીનો અભ્યાસ કર્યો. તેમણે ધાર્યું હોત તો અન્ય યુવતિઓની જેમ સુખ અન શાંતિ સાથેનું કુટુંબજીવન પસંદ કર્યું હોત, પરંતુ તેમણે પોતાનું સમગ્ર જીવન સમાજસેવાને સમર્પિત કર્યું. નાનપણથી જ તેમનાં પર ગાંધીજી, વિનોબા અને અરવિંદના વિચારોનો પ્રભાવ હતો. 1966માં તેમણે પાટણ તાલુકાના સાગોડિયા ગામમાં સર્વમંગલમ આશ્રમ સ્થાપીને સેવા તથા શિક્ષણનું કામ કર્યું હતું. એ પછી તેમણે સિદ્ધપુરના ગણેશપુરાના ઉજ્જળ તળાવના કાંઠે યોગાંજલિનું નિર્માણ કર્યું.
તેમણે અનેકવિધ પ્રવૃતિઓ કરી છે. અહીં સમાજમાં વંચિત તેમજ ગરીબ કુટુંબના બાળકો માટે શિક્ષણ આપવા